GULZAR'S BIRTHDAY by naishadhpurani published on 2014-08-18T14:37:28Z “નઝ્મ ઉલજી હુઈ હૈ સીનેમેં, મિસરે અટકે હુએ હૈં હોંઠો પર ઉડતે ફિરતેં હૈં તિતલિયોંકી તરહ, લફ્ઝ કાગઝપે બૈઠતે હી નહીં કબસે બૈઠા હું મેં જાનમ, સાદે કાગઝપે લિખકે તેરા નામ બસ તેરા નામ હી મુક્મ્મલ હૈ ઇસસે બેહતર ભી નઝ્મ ક્યા હોગી?” અને ચુપકેથી યાદ આવ્યું કે ગુલઝારની નઝમ અને ગઝલની એક કિતાબ તેં મને ગિફ્ટ કરેલી. એ દિવસે ન તો મારો બર્થ-ડે હતો ન તો કોઈ ખાસ કારણ. હા, એ દિવસે ગુલઝારનો જન્મદિવસ હતો. કિતાબનાં પહેલાં પાને તે લખ્યું’તું “ગુલઝારનાં જન્મદિને, મારા ગુલઝાર માટે”. એ કિતાબ આજે ફરીથી હાથમાં આવી, કારણકે આ અઠવાડિયે ગુલઝારનો જન્મદિવસ ફરીથી આવી ગયો. આઇ એમ શ્યોર કે તેં એમને બર્થ-ડે વિશનો ઈ-મેઈલ કર્યો જ હશે. એઝ યુઝ્વલ હું ભુલી ગયો છું કારણકે એ દિવસે હું તને યાદ કરતો’તો. પણ અત્યારે તારી સાથે ગુલઝાર સાબને પણ યાદ કરવા છે ને કહેવું છે “બિલેટેડ હેપ્પી બર્થ-ડે ગુલઝાર સાહબ”. ગુલઝાર સાહબનો જન્મદિન, તારી આપેલી કિતાબ અને તારા નામની નઝ્મ અને અચાનક મને ગાવાનું મન થયું. “મેરી ઝિંદગી કિસી ઔર કી મુજે ચાહતા કોઈ ઔર હૈ”. આપણી મહેફિલમાં હું છું નૈષધ, સુપરહિટ્સ ૯૩.૫ રેડ એફ.એમ. પર. Genre Blues Comment by VisHakha ChauHan vhaal :-) 2014-08-19T10:46:56Z Comment by swati18 awesome. .... vahaal......:-) 2014-08-19T04:21:23Z Comment by VisHakha ChauHan wah !!!! 2014-08-18T17:04:34Z